સાંજે પાંચ વાગ્યે નરશી, સંઘવી ટાવરના બારમાં માળે સંઘવી શેઠની ઓફિસ બહાર વેઇટિંગમાં બેઠો હતો.સવજી તાજે જે હીરા એને બતાવ્યા હતા એ સંઘવી શેઠ પાસે ક્યાંથી આવ્યા એ એને જાણવું હતું. ચોક્કસ એ હીરા એના પોતાના જ હતા એમાં એને બેમત નહોતા.નરશી માધા ખૂબ જ ઉંચા દરજ્જાનો હીરા પારખું હતો.એકવાર જોયેલા માણસનો ચહેરો યાદ રહી જાય એમ જ એને પોતાના હીરા યાદ રહેતા.આવી ક્ષમતા ભાગ્યે જ કોઈને હોય.લોકો એની આ ક્ષમતા વિશે શંકા કરતા, પણ જે લોકોને નરશીનો જાત અનુભવ હતો એ લોકોએ નરશીની આ ક્ષમતા સ્વીકારી હતી. મહિધરપુરા માર્કેટમાં અકસ્માતને કારણે નરશીએ રાઘવ પાસેથી તફડાવેલો ઊંચી કિંમતનો માલ ગુમાવ્યો