રૂહી મોડું થયું હોવાથી બહારથી કોલેજની રિક્ષા કરી લે છે અને જલ્દીથી કોલેજ પહોંચી જાય છે...કોલેજ કેમ્પસ અને હોસ્પિટલ એક જ કંમ્પાઉન્ડમા હોવાથી ત્યાં લોકોની અવરજવર તો ચાલુ જ હોય... કેટકેટલાય દરદીઓ તેમના સગાવહાલા...અને ઈન્ટરશિપ વાળા મેડિકલ સ્ટુડન્ટસ તો રેસિડેન્ટ ડોક્ટર... આ ચહલપહલ તો ચાલુ જ હોય... રૂહીને આજે તો કોઈને કોઈ જગ્યા માટે પુછવાનુ નહોતું એટલે તે આ બધુ નીહાળતી, મનમાં થોડા વિચારો સાથે કે હુ પણ જલ્દીથી મોટી ડોક્ટર બની જાઉ અને બધાની સારવાર કરૂં...વિચારોમા ગરકાવ એ ક્યારે પોતાના ક્લાસ પાસે પહોંચી ગઈ એ પણ એને ખબર ના રહી. ક્લાસમાં જોયું તો લગભગ ક્લાસ ભરાઈ ગયો હતો કારણ