ફરેબ

(76)
  • 17.3k
  • 5
  • 7.7k

એકવાર ન બનવાનું બની ગયું ને નિયમિત ટાઈમમાં બેસનારી હું બે મહિના થયાં ટાઈમમાં નાં બેઠી.મારી માએ મારી ખૂબ ઉધડી લીધી.પહેલા તો થયું કે અનિયમિતતા હશે,પછી મને તરત યાદ આવ્યું.વચ્ચે અમે..હું અને વિજય, અચાનક જ બે-ત્રણ વાર મળેલા ને ગોળીઓ લેવાઈ નહતી.વિજયે મને ગોળીઓ આપી પણ મળવાનું નક્કી ન હોય ત્યારે અમસ્તા જ રોજ તો ગોળી લીધી ન હોય.. મા એ વારંવાર પુછ્યું, ક્યાંક કાળું કરીને તો નથી આવીને! હું ચૂપ રહી.મા એ ફરી પુછ્યું, સાચું કહે..ક્યાંય કુંડાળામાં પગ?ને હું છુટ્ટા મોં રડી પડી.માનો ગુસ્સો સાતમા આસમાને પોંહચી ગયો.તેણે જોરથી મને હડસેલો માર્યો ને હું અફળાઇ