શ્રી રાધા અને શ્રી કૃષ્ણ આ બે મુખ્ય પાત્ર એવા છે , કે જેમનું નામ લેતાં જ દરેકના માનસ પર એક ઉત્કૃષ્ટ દરજજાના પ્રેમીઓ નુ ચિત્ર સામે આવે. હા આજે એજ શ્રી રાધા અને શ્રી કૃષ્ણ ના ચરિત્રો માંથી એક ચરિત્ર એવું રાધા ના પાત્ર નુ વર્ણન કરવું છે. બરાબર શરદની ઋતુ ચાલતી હતી .આસો માસ અને એમાં પણ નવલા નોરતા બાદ પૂનમની રાત .આકાશમાં પરિપૂર્ણ રીતે ચંદ્ર પોતાના રૂપને વિખેરી રહ્યો છે .જાણે કે અનેક હીરાઓની વચ્ચે કોઈ તેજસ્વી એવો ઉત્કૃષ્ટ હીરો જડતર કરી અને કોઈ વૈભવશાળી સ્ત્રી પોતાની ડોક નીઅંદર ધારણ કર્યો હોય!. અને પોતાના એ વૈભવ