લાઇમ લાઇટ - ૪૩

(191)
  • 6.3k
  • 6
  • 3.2k

લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૩રસીલી સાકીરને મળીને તેની હિતેચ્છુ સાબિત થવા માગતી હતી. તેને ખબર હતી કે પોલીસે સાકીર સાથે કોઇને મુલાકાત કરવા દીધી નથી. તેની પત્ની સાથે પણ નહીં. પોતાને જોઇને સાકીર ખુશ થઇ જશે. પોતે એની સૈયાસંગિની જ નહીં હૈયાસંગિની પણ છે એવું પ્રતિત કરાવી તેની ધરપકડમાં પોતાનો હાથ હોય શકે એવું વિચારવાનો મોકો આપશે નહીં એવા હેતુથી ગઇ હતી. રસીલીએ મુશ્કેલીથી પોલીસ પાસેથી મુલાકાત માટે સમય મેળવ્યો હતો. હવે જ્યારે સાકીરે તેની ડ્રગ્સના આરોપમાં થયેલી ધરપકડ માટે પોતાને જ આરોપીના કઠેડામાં મૂકી દીધી છે એ સાંભળી એક ક્ષણ તો એને ચક્કર જેવા આવી ગયા. પણ એ ક્ષણને રસીલીએ