ભળભળીયો

(38)
  • 3.5k
  • 2
  • 1.1k

ભળભળીયો.--------------- પ્રિયા બધું કામ પતાવી ને બેડરૂમ માં આવી, જોયું તો પિયુષ મોબાઈલ માં રત હતો.તેણે પ્રિયા તરફ જોયું . પ્રિયા એ પણ તેની સામે જોયું, અને બેડ પર સંકેલેલા કપડાં ઉપાડી કબાટ માં ગોઠવવા લાગી, અને વિચાર્યું, અત્યારે વાત કરું ? ના તો નહીં પાડે પણ એકવાર ભળભળાટ જરૂર કરશે.તે મનોમન હસી.અને તેની બાજુ માં જઈને બેઠી. પિયુષ એ તેની સામે જોયું અને મોબાઈલ બાજુ માં રાખ્યો. "બા, બાપુજી સુઈ ગયા ?" "બા માળા કરે છે.બાપુજી કંઇક વાંચે છે.એક વાત કહું,? પિયુષ એ લંબાવ્યું, " હા બોલ 'ને આમેય તે તું મૂંગી રહેવાની