રીવેન્જ - પ્રકરણ - 21

(191)
  • 8.4k
  • 8
  • 4.1k

પ્રકરણ-21 રીવેન્જ અન્યા અને રાજવીર શાંતિથી નિશ્ચિંન્ત પણે દરિયે સમય વિતાવી રહેલાં અને રાજવીરનાં પાપાનો ફોન આવ્યો અને બંન્ને જણાંએ ટીન ફેંકીને તુરંતજ સ્ફૂર્તિથી ઉભા થઇને ઝડપથી બાઇક પાસે પહોંચ્યાં બાઇક લઇને તુરતજ રાજવીરનાં બંગલે પહોંચી ગયાં. રાજવીરનો ખારમાં બંગલો હતો ત્યાં હવાની ઝડપે પ્હોચ્યાં રાજવીરે કમ્પાઉન્ડમાં બાઇક પાર્ક કરીને ઝડપથી અન્યા સાથે તુરંત પાપાનાં બેડરૂમમાં પહોચ્યો રાજવીરનો જૂનો માણસ ભવદાસ એની પાસે દોડી આવ્યો. બોલ્યો બાબા પાપા કબસે આપકો યાદ કર રહે હૈ ઉનકે છાતીમેં દર્દ હો રહા હૈ - રાજવીરે એને પૂછ્યું ડોક્ટર અંકલકો ફોન કીયા ? હાઁ કબસે કીયા આતે હી હોંગે અને રાજવીરે પાપાની