વન્સ અપોન અ ટાઈમ - 106

  • 7

‘મુંબઈમાં ગવળી અને નાઈક ગેંગ એકબીજાના શૂટર્સને અને સપોર્ટર્સને મારી રહી હતી એ દરમિયાન છોટા રાજન પૂરી તાકાતથી દાઉદ ગેંગ પર ત્રાટક્યો હતો. છોટા રાજને મુંબઈના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના આરોપીઓને વીણી વીણીને મારવાનું શરૂ કર્યું. 1998માં છોટા રાજન ગેંગનો પહેલો શિકાર દાઉદ ગેંગનો અત્યંત મહત્વનો ગુંડો સલીમ કુર્લા બોમ્બ બ્લાસ્ટ કેસમાં જામીન પર છૂટીને અંધેરી ઉપનગરની ‘બેલ વ્યુ’ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો. છોટા રાજન ગેંગના શૂટર્સ સવારના સાડા અગિયાર વાગ્યે ‘બેલ વ્યુ’ હોસ્પિટલમાં ધસી ગયા.