વિષાદયોગ - પ્રકરણ - 47

(168)
  • 6.2k
  • 4
  • 4.2k

વિરમ તે દિવસે ખેતરની ઓરડી પરથી ગયો પછી ઘરની બહાર ન નિકળ્યો તેને તેના ખેતરમાં રહેલ ઓરડી અને અંડર ગ્રાઉન્ડ રુમમાં જે સાધનો જોયા હતાં તેનાથી તે ગભરાઇ ગયો હતો. આમતો તેને તે સાધનોમાં વધુ ખબર નહોતી પડી પણ સી.સી ટીવી કેમેરા લેપટોપ જોઇને એટલું સમજાઇ ગયું હતું કે આ જે લોકો છે તે સામાન્ય નથી અને તેનું આ કામ પણ સામાન્ય નહીં હોય. તેને હવે આ કામમાં હાથ નાખવાનો અફસોસ થતો હતો પણ તે એ પણ જાણતો હતો કે હવે જો તે ના પાડે તો પેલા લોકો તેને મારી નાખીને પણ તેનું કામ પુરુ કરશે. એટલેજ તેણે મનમાં નક્કી