પ્રેમ અંગાર - પ્રકરણ : 43

(88)
  • 4.5k
  • 5
  • 1.8k

પ્રકરણ : 43 પ્રેમ અંગાર આજે વિશ્વાસનો એમેરીકન ટીવી પર સાયન્સ અને વૈદીક સાયન્સ પર એક ડીબેટમાં કાર્યક્રમ હતો. એનું એનાઉસમેન્ટ ઘણાં સમયથી થઈ રહ્યું હતું ભારતીય ન્યૂઝ ચેનલે એ પ્રોગ્રામ ઇન્ડીયામાં પણ લાઇવ બતાવવાનું નક્કી કરેલું એના અંગે ટીવી તથા ન્યૂઝપેપર્સમાં પણ જાહેરાત આવતી હતી. આસ્થાને જાણ હતી એણે સમયસર ટીવી ઓન કર્યું અને વિશ્વાસ અને બીજા વિજ્ઞાનીઓની વચ્ચેની ડીબેટ એણે લાઇવ સાંભળવાની ચાલુ કરી. આસ્થા વિશ્વાસને જોઇને ખૂબ જ આનંદીત થઇ ગઇ. એણે ટીવી સ્ક્રીન પર વિશ્વાસને ચૂમી લીધો પછી એનાં પાગલપનથી શરમાઇ ગઇ. વિશું શું બોલશે ? બસ એ સાંભળવા તલ્લીન થઇ ગઇ