નવા વર્ષે તારું કરી નાખું(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-12) નવા વર્ષનો પહેલો દિવસ. સવારના સમયમાં બહાર જવાની તૈયારી ચાલતી હતી. તેવા સમયે કોઈનો મધુર સ્વર સંભળાયો. મને થોડું કુતૂહલ થયું. હું ઘરના દરવાજે ઊભો રહ્યો. શેરીમાં જોયું. ત્યાં એક ઘર પાસે કોઈ યુવાન સાધુ ઊભો હતો. તે ઘરના માજી તેને કંઈક આપી રહ્યાં હતાં. ઓચિંતા તે સાધુની નજર માજીના હાથ ઉપર પડી. તે બોલવાનું શરૂ કરે છે, ‘‘માડી! તારા હાથની રેખાઓ તો બળવાન છે. શનિની વક્રદૃષ્ટિ દૂર થઈ ગઈ છે. ગુરુ બળવાન બન્યો છે. હવેનું તારું ભવિષ્ય સુખસાહ્યબીમાં વિતવાનું છે. તારી ઉંમર ખૂબ લાંબી