સોમ ને પોતાની બદનામી ની ચિંતા ન હતી . તેને કામ મળતું બંદ થઇ જશે અને તે ગુમનામી ની ગર્તામાં જતો રહેશે તેની પણ પરવા ન હતી. પણ તે પોતે પોતાની કે પાયલની નજરમાંથી ઉતારવા માંગતો ન હતો તેથી તે નિલીમાને મળવા માંગતો હતો સત્ય જાણવા . તેને ઇંતેજાર હતો અમાસ નો . કાશ તેણે ધ્યાન આપ્યું હોત પોતાની આસપાસ થનારી ઘટનાઓનું તો તેણે ષડયંત્ર ની ગંધ આવી ગયી હોત . પાયલ અને શુક્લ પાયલની કેબિનમાં બેઠા હતા . પાયલે શુક્લા તરફ જોઈને કહ્યું આ તારો કુલકર્ણી થોડો ઢીલો લાગે છે . શુક્લાએ કહ્યું તે ઢીલો નહિ પણ