બાલા - મુવી રિવ્યુ

(60)
  • 7.9k
  • 5
  • 2k

એક જ વિષય પર એકથી વધુ ફિલ્મો બનવી એ બોલિવુડમાં નવાઈની વાત નથી. પરંતુ જ્યારે એક જ વિષય પર બનેલી બે ફિલ્મોમાંથી એક ફિલ્મ સાવ વિષયથી ભટકી જાય અને બીજી વિષયને છોડે જ નહીં એવી બને ત્યારે આ બંને ફિલ્મોની સરખામણી કરવી અયોગ્ય બની જાય છે. બાલા – તમારી જાતને પ્રેમ કરો! કલાકારો: આયુષ્માન ખુરાના, યામિ ગૌતમ, ભૂમિ પેડનેકર, સૌરભ શુક્લા, અભિષેક બેનરજી, સીમા પાહવા, દીપિકા ચીખલીયા ટોપીવાલા અને જાવેદ જાફરી કથાનક કાનપુર શહેરમાં રહેતો બાલમુકુન્દ ઉર્ફે બાલા (આયુષ્માન ખુરાના) બાળપણમાં શાહરૂખ ખાનનો ‘જબરો ફેન’ છે. આ પાછળનું કારણ તેના માથા પર રહેલા ઘનઘોર વાળ છે. ભગવાન તરફથી પોતાને મળેલી