બીજા દિવસની સવારે. આનંદ અને દુર્ગા વકીલ દેવેન્દ્ર ભટ્ટની ઓફિસમાં બેઠા હતા. દેવેન્દ્ર ભટ્ટના ચહેરા પર ચિંતાની લકીર ફેલાયેલી હતી. ‘આનંદ... દુર્ગાને આપેલા રૂપિયાનું બંડલ ગુપ્તા સાહેબે તમને હાથોહાથ આપ્યું હતું ને તે રૂપિયા કોઈ સંસ્થાએ કેમ્પસમાં આપ્યાનું કહ્યું હતું.’ વિચારમાંથી બહાર વતાં દેવેન્દ્ર ભટ્ટે પૂછ્યું. ‘હા, સર... ગુપ્તા સાહેબે ખુદ પૈસા આપ્યા હતા અને એટલે જ તેમના માન ખાતર આ પૈસા દુર્ગાને લેવાનું મેં કહ્યું હતું નહિતર દુર્ગાને હું પૈસા લેવા જ ન દેતા.’