અગ્નિપરીક્ષા - ૧

(47)
  • 6.8k
  • 8
  • 4.2k

પ્રકરણ-1 મામાનું ઘરહું ઇશિકા. મારું નામ ઇશિકા. આમ તો હું સ્વભાવે એકદમ શાંત પણ આજે મારે બોલવું છે. આજે મારે જે વાત કરવી છે એ ત્રણ કુટુંબની. મારા બે મામાના કુટુંબની અને મારા પોતાના કુટુંબની.હું ડોક્ટર ની દીકરી. મારા પપ્પા ડોક્ટર. મેડીસીન ના પ્રોફેસર પણ એમનું જીવન સાદગીભર્યું. ડોક્ટર હોવાનું એમને બિલકુલ અભિમાન નહીં. એમને દર્દીઓની સેવા કરવી ગમતી. મેં ઘણી વખત અડધી રાતે પણ એમને કોઈ દર્દી માટે હોસ્પિટલમાં જતા જોયા છે. લોકોની સેવા કરવા એ હંમેશા તત્પર રહેતા. મારી મમ્મી હાઉસ વાઈફ. પણ ખોટું બિલકુલ ચલાવી ન લે એવો એનો સ્વભાવ. અને એના એ જનીનો અમને બંને બહેનોને