આજ કી તાજા ખબર

  • 7.2k
  • 1.7k

વાર્તા : આજ કી તાજાં ખબર !શહેરનો પ્રવાસ કરી આવેલ જીંપો ગધેડાને રાત્રે ઉંઘ જ આવતી નહોતી.એના મગજમાં બસ એક જ વિચાર ફર્યા કરતો હતો કે કઈ રીતે 'ગ્રીનો વન'માં શહેરની જેમ ન્યુઝ-ચૅનલ ચાલુ કરવી ? પણ એની માટે બ્રોની ઉસ્તાદની પરવાનગી લેવી જ પડે ! સવાર પડતાં જ નાહી-ધોઈ પોતાની વાત કહેવા એ બ્રોની શેર સિંહના દરબારમાં જઈ પહોંચ્યો. બ્રોની ઉસ્તાદ તો મહેલના બગીચામાં છોડવાઓ પર પાણીનો છંટકાવ કરી રહ્યા હતાં ! બ્રોનીજીએ જીંપોને જોઈ બૂમ પાડી, ''અલ્યા...એ જીંપા....અહીં આવ ! ''''ઓહ...બ્રોની ઉસ્તાદ પ્રણામ...બસ તમને જ મળવા આવ્યો હતો..'' જીંપોએ બે હાથ જોડતાં કહ્યું.''લેં !..સારી વાત છે..આતો..હું બસ