એક એવો પ્રેમ જેની કોઈ મંઝીલ નથી..... એક એવો સમય, એક એવા દિવસો, જ્યાં એક સામાન્ય કન્યા જીવતી તો હતી પણ કોઈ લક્ષ્ય નહિ, લક્ષ્ય હતું તો એક જ - પિતાના વિશ્વાસને કાયમ રાખવું. બસ પછી તો શું...આ છોકરી એના જીવનમાં એક શાંત જીવન જીવતી આગળ વધતી રહી. એના માટે પ્રેમ એક દુઃખદ શબ્દ હતો. ક્યારેય પ્રેમને એટલું મહત્વ ન આપતી. પ્રેમ એટલે એના માટે માત્ર નફરત હતી..પ્રેમ શબ્દથી જ એટલી નફરત હતી કે કોઈ પણ પ્રેમકહાની કે પ્રેમીની વાતમાં રસ નહોતો. મીરાં...મીરાં નામથી વિરુદ્ધ પ્રેમથી ખૂબ દૂર હતી આ કન્યા. મા