રીવેન્જ - પ્રકરણ - 20

(180)
  • 6.6k
  • 8
  • 3.9k

પ્રકરણ - 20 રીવેન્જ અન્યા અને રાજવીર રોમેરોનાં સ્ટુડીયોમાંથી બાઇક પર નીકળ્યાં અને આગળ સેમ લોકો નીકળી ગયેલાં. અન્યા રાજવીરને વળગી ગઇ અને રાજવીરે એની કવાસાકી હવામાં જાણે ઉડાવી એ ઝૂઉઉમ કરતી 40 થી ક્યારે 120 કિ.ની. સ્પીડ પર આવી ગઇ અને અન્યા રાજવીરને મારાં રાજા... કહી એક્ષાઇટમેન્ટ સાથે વળગી ગઇ. અન્યાએ રાજવીરને પ્રેમથી કાન પાસે ચહેરો લાવી રાજવીરને કીસ કરતાં કહ્યું "હેય રાજ ઘરે નથી જવું ક્યાંક લઇ જાને બહાર આજે મારાં તરફથી પાર્ટી પ્લીઝ. રાજવીરે કહ્યું "મારું અને તારું શું ? લેટ્સ ગો.... પણ ક્યાં જવું છે ? એમ પૂછતાં બાઇક થોડી ધીમી કરી... અન્યાએ કહ્યું