મહેકતા થોર.. - ૪

(20)
  • 3.8k
  • 1
  • 1.8k

ભાગ -૪(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ એના ઉદ્ધત વર્તનને લીધે સજા પામે છે... હવે આગળ..) વ્યોમ પગ પછાડતો H.O.D. ની ઓફિસની બહાર નીકળી ગયો. નિશાંત ને ધૃતી એની રાહ જોઇને ઉભા હતા. બંને એકીસાથે બોલ્યા, " શું થયું ?" વ્યોમ બોલ્યો, "યાર આ મેડમે તો ખરો ફસાવ્યો, એક મહિનો નાઈટ ડ્યુટી આપી બોલો અહીં, ને મારે કમ્પાઉન્ડર બનીને કામ કરવાનું, એ પણ સિનિયરો સાથે." "શું???" ધૃતી બરાડી ઉઠી. "હવે તું શું કરીશ વ્યોમ, મને તો રીતસરનું ટેંશન થવા લાગ્યું, તું તો બરાબરનો ફસાયો." વ્યોમનો મૂડ સાવ જ બગડી ગયો. હવે ક્યાંય પણ જવાને બદલે એ સીધો ઘરે જ ગયો.