કળયુગના ઓછાયા - 3

(82)
  • 5.7k
  • 5
  • 3.1k

રૂહી એ મેડિકલ કોલેજના એ કેમ્પસમાં જ એક વ્યક્તિ ને જોઈને પાગલની જેમ તેને ભેટી જાય છે. એ વ્યક્તિ પણ એકદમ જાહેરમા કોઈ છોકરી તેને આવુ કરે એ જોઈને હેબતાઈ જાય છે....તે બીજુ કોઈ નહી પણ સેકન્ડ યર એમ.બી.બી.એસ.નો સ્ટુડન્ટ અક્ષત છે. તેની પાસે એકદમ આવીને ભેટી પડેલી રૂહીનો ચહેરો પણ તેને સરખો જોયો નહોતો. એટલે તે પહેલાં રૂહીને તેનાથી દુર કરે છે અને તેનો ચહેરો જોઈને કહે છે, રૂહી તુ ?? આ શું કરે છે ?? રૂહી એકદમ થોડી શરમાઈ જાય છે અને કહે છે , સોરી અક્ષત...મે આમ બધાની સામે આવુ કર્યું... આઈ એમ રિઅલી સોરી... પણ મે