ગર્ભાશયની સમસ્યા : આજની મહિલાઓનો ગંભીર પ્રશ્ન

(15)
  • 5.9k
  • 1
  • 1.6k

'અરે બેન, સાંભળ્યું કે પેલી સરિતાની વહુનું ગઈકાલે ઓપરેશન કરીને ગર્ભાશય કાઢી નાખ્યું!' 'અરે બાપરે, શું વાત કરે છે એ તો હજી માંડ 40 એ પહોંચી છે આટલી વયમાં આવું ઓપરેશન?' બીજો સંવાદ 'મંજરી તું દેખાઈ તો ફિટ એન્ડ ફાઇન છે તો પછી ગર્ભાશય કેમ કઢાવી નાખ્યું? ફેમિલી પ્લાનિંગ માટે કે શું કે પછી બીજો કોઈ પ્રોબ્લેમ કે બીમારીના લીધે??' આવા વાક્યો અને સંવાદ છેલ્લા ઘણા સમયથી આપણાં કાને અથડાઈ રહ્યા છે. પણ એક સ્ત્રી તરીકે તમે ક્યારે વિચાર્યું છે કે આ ગંભીર વિષયનો ભોગ આપણે પણ બની શકીએ છીએ! નહિં ને? તો આજનો લેખ તમારા માટે જ છે.ઘણી વખત