પ્રાણીઓમાં પેઢી જાળવી રાખવા માટે મરવાની ચિત્ર વિચિત્ર રૂઢિઓ - ભાગ ૦2

  • 4.4k
  • 2
  • 1.4k

પ્રેઈંગ મેન્ટીસ બે હાથ જોડીને શાંતીથી પ્રાર્થના કરતા હોય તેવી મુદ્રામાં કાયમ રહેવા ટેવાયેલ અને અતિ શુદ્ધ ગુજરાતીમાં જેનું નામ “બુદ્ધહસ્ત કીટક” એટલે કે ભગવાન બુદ્ધ સાથે જેનું નામ સંકળાયેલ છે તે છે પ્રેઈંગ મેન્ટીસ. તેની દેહ મુદ્રા બે હાથ જોડેલા સંતને મળતી આવે છે. તેના વિશે જયારે વધુ માહિતી મળે ત્યારે વિચાર આવે કે તેનું નામ કેવી રીતે “બુદ્ધહસ્ત કીટક” પડ્યું. આમ તો તેનું મુખ ત્રિકોણ આકારનું છે પણ નર પ્રેઈંગ મેન્ટીસના જીવનમાં પ્રણય હંમેશા એવા ત્રિભેટે આવીને ઊભો રહે છે કે જ્યાંનો રસ્તો તેને મૃત્યુ તરફ લઇ જાય છે. જો આ કીટક ઉષ્ણ પ્રદેશમાં રહેતા હોય