રૂહી તેના ઓળખીતા એ ઈવાદીદીના રૂમમાં બેઠી છે એટલે તેને બીક નથી લાગતી. પણ ખબર નહી થોડી થોડી વારે તેને એમ થાય છે કે હુ મારા રૂમમાં જતી રહુ. કોઈ અજ્ઞાત શક્તિ તેને એ તરફ ખેંચી રહી છે. પણ એક બાજુ તેને આખો દિવસ થયેલી ઘટનાઓ યાદ આવતા તે પોતાની જાતને ત્યાં જ રોકી રાખે છે. હોસ્ટેલ એટલે તો જેમ રાત વધે એમ પબ્લિક ને જાણે દિવસ ઉગે. એટલે તે ઈવાદીદી તો પહેલાથી ત્યાં હોવાથી રાતના અગિયાર વાગતા બીજા રૂમમાથી પણ બધા ત્યાં આવે છે. બધા વાતો , મસ્તી કરે છે. બધાને ભુખ લાગતા બધા નાસ્તા શરૂ કરે છે. રૂહી