અંગારપથ.- ૨૫.

(280)
  • 10.1k
  • 16
  • 6.1k

અંગારપથ. પ્રકરણ-૨૫. પ્રવીણ પીઠડીયા. ગોવામાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવાઇ ચૂકયો હતો. આકાશમાં ઉડતા નાનકડા અમથા પંખીની પણ જડતી લેવાની સૂચના અપાઇ હોય એવી ભયંકર ઉત્તેજના પોલીસ બેડામાં છવાયેલી હતી. એકાએક જ સમસ્ત ગોવાની પોલીસને સ્ટેન્ડબાય અવસ્થામાં મૂકી દેવામાં આવી હતી. ચારેકોર ભયાનક અરાજકતાનું સામ્રાજ્ય છવાઈ ચૂકયું હતું. આવું ભાગ્યે જ થતું. ગોવાનો ઇતિહાસ જ કંઇક એવા પ્રકારનો હતો કે તેમાં અંદરખાને ઘણીબધી બદીઓ છૂપાયેલી હોવા છતાં જાહેરમાં ક્યારેય કોઇ વારદાત સપાટી ઉપર આવતી નહી. અન-લીગલ ડ્રગ્સનો ગોવામાં સૌથી મોટો કારોબાર થતો. દુનિયાભરમાંથી તરેહ તરેહનું ડ્રગ્સ અહી ઠલવાતું અને તેનો બેફામ વેપાર થતો. તેમાં અબજો રૂપિયાની ઉથલ પાથલ થતી અને ગોવાનાં