#તારી_યાદમાં!જાવેદ અને જલ્પાબેન વચ્ચે મેઘ ગર્જના સિવાય બીજા કોઈનો અવાજ નહોતો. ફળિયામાં બેઠેલા જલ્પાબેન પોતાના જુનૈદની તો શેરીમાં રહેલા બાળકો પહેલા વરસાદની રાહ જોતા હતા. પવન ફર્યો હતો..છાપાઓમાં વરસાદની આગાહી થઈ ગઈ હતી..આમ તો મૌસમનો વરસાદ વહેલો હતો , ગરમીથી ત્રસ્ત માણસો વરસાદને વળગી ઠન્ડકના અહેસાસને ઝન્ખતા હતા. કાળા ડિબાંગ આભનો રંગ સૂચવતું હતું કે ટકરાવ નક્કી છે!