બધી સફળતાઓનું મૂળ આત્મવિશ્વાસ

(15)
  • 16.7k
  • 1
  • 3.6k

દરેક સફળ વ્યકિતની પાછળ તેના માતાપિતા , ગુરૂજનો નો ફાળો અગ્રેસર હોય છે. સફળતા હાંસલ કરવા વ્યકિતએ ખૂબજ પરિશ્રમ કરવો પડે છે. સખત પરિશ્રમ અને આવડતના કારણે જ તે સફળતાના શીખરો હાંસલ કરે છે. કોઇપણ વસ્તુ પ્રાપ્ત કરવા આત્મવિશ્વાસ કેળવવો ખૂબ જ જરૂરી છે. કહેવત છે કે મન હોય તો માંડવે જવાય. દરેક કાર્યની સફળતાના મૂળમાં આત્મવિશ્વાસ અગત્યનો ભાગ ભજવે છે. એક બાળક નાની ઉંમરે પ્લેસેન્ટર માં જતી વખતે નિયમિત રડતો હતો કારણ કે તેને શાળાએ જવાનું ગમતું નહોતું. પરંતુ તેની મમ્મી તેને શાળાએ જવા પ્રેમથી સમજાવતી અને ભણવા માટે પ્રેરણા આપતી. આમ તેની મમ્મીએ તે બાળકમાં આત્મવિશ્વાસ જગાવ્યો.