રિવેન્જ - પ્રકરણ - 19

(182)
  • 6.4k
  • 9
  • 3.9k

પ્રકરણ -19 અન્યાએ રોમેરોને..... રાજવીરએ અગાઉ સમજાવેલું તે પ્રમાણેજ બોલી ગઇ... રાજવીરે સમજાવેલું કે કોરો ચેક નાં લઇશ ભલે આપે પણ આપણને ખબર નથી કે ન્યૂ કમરને કેટલાં આપતા હોય કામ જ કરવાની તો પુરુ વળતર વસુલ કરે છે અને રકમ એમનેજ ભરવા કહેજો એજ જે બોલે એમાં રકમ વધારે માંગી શકાય અને લીમીટ પણ સમજાઇ જાય નહીંતર ખોટ જશે ભલે બ્રિગેન્ઝા આંટી જાણકાર અને અનુભવી છે આ બધાંમાં.... રોમેરો ચાલાકી સમજી ગયો એણે સેમને ઉદ્દેશીને કહ્યું "તમારી દીકરી સુંદર ટેલેન્ટેડ અને ચાલાક પણ છે... વાહ અમે ન્યૂકમરને વધુમાં વધુ 15 થી 25 લાખ ઓફર કરીએ છીએ આનાંથી