વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-11)

(29)
  • 2.8k
  • 1.3k

પ્રકરણ – 11 લગભગ પંદરેક મિનિટ વીતી ત્યાં વૃંદા બોલી- “મારાથી ભૂલ થઈ ગઈ છે,વેદ!” “અરેરે, રસ્તો ભૂલ્યા!” મારો ભય બહાર ઊછળી આવ્યો! “પૂરી વાત તો સાંભળી લે!” “સોરી!” “મારે ગઈ કાલે રાત્રે વૈદેહીને મળવું જોઈતું હતું.” તેણે કહ્યું- “એના બદલે હું સીધી જ ઘરે જતી રહી. ત્યાં પણ મમ્મી-પપ્પાની ગેરહાજરીની તપાસ કર્યા વિના હું સૂઈ ગઈ. ગઈ કાલે રાત્રે મેં આમાનું કંઈ પણ કર્યું હોત તો અત્યારે આવી પરિસ્થિતિ ન ઉદ્ભવી હોત.” “તારી ભૂલ નથી, વૃંદા! એમ અડધી રાત્રે વૈદેહીના ઘરે જવાનું તું માંડી વાળે એ સ્વાભાવિક છે. વૈદેહીના પરિવાર સાથે સંબંધો સારા હોવાને કારણે વિનયકાકા અને વીણામાસી વૈદેહીના