"અમદાવાદ જતી કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ તેના નિર્ધારિત સમયથી અડધો કલાક મોડી આવશે,યાત્રીઓ ને પડતી અસુવિધા માટે અમે દિલગીર છીંએ" એનાઉન્સમેન્ટ સાંભળી અમિતના ગુસ્સા નો પારો થર્મોમીટર તોડીને બહાર નીકળી ગયો. "એક તો આ રેલવે તંત્ર ક્યારે સુધરશે કોણ જાણે, ટ્રેનો કોઈ દિવસ સમયે હોતી જ નથી, ઉપરથી આ બધા ભિખારીઓ સલાઓ ને ક્યાંય જગ્યા નથી મળતી તે અહીંયા બાંકડા રોકીને સુય જાય છે." કહેતાં પ્લેટફોર્મ પરના લોખંડના થાંભલા પાર મુઠી વડે પ્રહાર કર્યો, થાંભળાનો એ '''ખનનન"' કરતો જે અવાજ આવ્યો અમિતને લાગ્યું જાણે થાંભલો તેના પર હસી રહ્યો હોય અને કહેતો હોઈ કે, " અમારો શું દોષ છે ભાઈ? ગુસ્સો