પ્રેમનું અગનફૂલ - 2 - 2

(36)
  • 4.2k
  • 4
  • 1.9k

શહેરમાં ઘણું જ નુકસાન થઈ ગયું હતું. સ્ટ્રીટ લાઈટો, મોટા સર્કલ, ગાર્ડન, સરકારી બસો, સરકારી ઓફિસોને પારાવાર ક્ષતિ પહોંચી હતી. ગુજરાત ગવર્નમેન્ટ શાંતિથી ઈચ્છતી હતી. ભાઈચારો બની રહે તેવા સતત પ્રયાસ કરતી હતી. આનંદ યાસ્મીનને લઈને રહીમચાચાના ઘરે પહોંચ્યો ત્યારે સાંજ ઢળી ચૂકી હતી. રહીમચાચાના ઘર પાસે આવી આનંદે મોટરસાયકલને થોભાવી. યાસ્મીને નીચે ઊતરી ઘરની ડેલી ખખડાવી. બે મિનિટ પછી રહીમચાચાએ જ ડેલી ખોલી.