સમિર અત્યારે મીરાંના બંગલે જવા માગતો નહોતો. મન ધણુ વિહવળ હતુ. એક અંદરખાને ચોટ થઈ હતી. જેનુ દર્દ એના ચહેરા પર ઉતરી આવ્યુ હતુ. આટલા વર્ષે પણ ચોટ વાગી. ક્યાંક ભીતરે કંઈક ખૂંચાઈ રહ્યુ હતુ. જાણ હતીજ પરંતુ આટલી હદ સુધી એ જઈ શકે કલ્પના નહોતી. કારને બીલકૂલ સ્લો ડ્રાઈવિંગ કરી એને ડૂમ્મસ તરફ લીધી. બધા અવાજો અને ઘોંઘાટથી દૂર ચાલ્યા જવુ હતુ. જ્યારે એનુ મન ઉચાટમાં હોય ત્યારે એ મનહર ઉધાસના સ્વરમાં ગઝલો સાંભળતો. આજે પણ રેકર્ડ પ્લેયર ઓન કરતાં જ મધ્યમ કર્ણપ્રિય અને માર્મિક સ્વરોનો હ્રદયમાં સ્પર્શ માણી રહ્યો હતો. ----- ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો