પ્રેમ કે પ્રતિશોધ - 42

(81)
  • 3.8k
  • 3
  • 2k

પ્રેમ કે પ્રતિશોધ-42*સૌ પ્રથમ તો દિવાળી વેકેશનમાં માતૃભારતી ઓફીસ પર રજા હોવાથી ભાગ-41 સમયસર પ્રકાશિત થઈ શક્યો નહીં, તે બદલ હું માફી ચાહું છું.(આગળના ભાગમાં જોયું કે દીનેશ અને સંજય ગિરધરના ઘરે તપાસ કરે છે. બીજી બાજું અર્જુનને કોઈ નવીન જ જાણકારી મળે છે. અને નવા જ ઉમંગ સાથે તે કેસ સોલ્વ કરવાના કામમાં ઉત્સાહ પૂર્વક જોડાઈ જાય છે.....)હવે આગળ...દીનેશ અને સંજય તેના ઘરે તેની રાહ જુવે છે એ વાતથી અજાણ ગિરધર રાજેશભાઈના ઘરેથી પોતાના ઘર તરફ રવાના થાય છે. તે પોતાના ઘરે પહોંચીને ઘરની સ્થિતિ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. સૌ પ્રથમ તો તેણે ઘરની દરેક વસ્તુની તપાસ કરી