સમય તેની રફ્તાર પકડે છે જયારે,મુશ્કેલીમાં અનુકૂળતા મળે છે ત્યારે!નેહા સમય સાથે ઢળતી ગઈ હતી. ધીરે ધીરે દિવસો, મહિનાઓ વીતતા ગયા હતા. એ ફરી ગર્ભવતી બની હતી. હવે આગળ...નેહાની ફરી બધી સંવેદનાઓ જાગૃત થઈ ગઈ હતી. એ એના ભૂતકાળને પણ વર્તમાનમાં મહેસુસ કરી રહી હતી. પણ એ ફરી ખુશ થઈ રહી હતી. એ ફરી ઘણી આશાઓ બાંધીને બેસી હતી. ખુબ સારા અને આનંદિત દિવસો નેહાના અને આખા પરિવારના વીતી રહ્યા હતા. દિનાંક ૧/૧૧/૨૦૦૪ આજ રોજ નેહાનું મન ખુબ આકુળવ્યાકુળ થઈ રહ્યું હતું. ન ઈચ્છવા છતાં મન ભૂતકાળના ૧ વર્ષ પહેલા વીતેલા એના દિવસોને જ વાગોળ્યા કરતુ હતું. હજુ એની