ક્યારેક તો મળીશું - ભાગ ૯

(68)
  • 4.9k
  • 3
  • 2.1k

પંક્તિ ઘરે પહોંચે છે. પંક્તિ સ્વગત જ બોલતી બોલતી રૂમમાં આમથી તેમ આંટા મારે છે. "ખબર નહિ કંઈ વાતનું અભિમાન છે. શું સમજે છે એ લોકો કે અમે લોકો કમજોર છીએ."મૌસમ પર્સ મૂકતા કહે છે "ઑ હેલો એકલી એકલી વાત કરે છે. પાગલ થઈ ગઈ છે કે શું?"પંક્તિ:- "ખબર નહિ પોતાની જાતને શું સમજે છે? દેખાવમાં તો દેખાવમાં પણ સ્વભાવમાં પણ હિટલરની કાકી લાગતી હતી."મૌસમ:- "તું એકવાર શાંત થઈ જા. ને મને એ કહે કે કોની સાથે ઝઘડો કરીને આવી? ને કોને હિટલરની કાકી કહે છે?"પંક્તિએ બધી વાત વિગતવાર જણાવી. મૌસમ:- "તારે જે સંભળાવવું હતું તે સંભળાવી આવીને હવે