27.(અખિલેશનાં કેસ સોલ્વ થવાની અણી પર હતો, ડૉ. અભય લગભગ એંસી ટકા કેસ તો સોલ્વ કરી નાખે છે, ત્યારબાદ કેસ સોલ્વ કરવાં માટે અખિલેશની આવશ્યકતા પડે છે, આથી ડૉ. રાજન, અખિલેશ અને દીક્ષિત ઊટી પહોંચે છે, એ બધાં જ સિલ્વર સેન્ડ હોટલમાં રોકાય છે, કે જયાં ડૉ. અભય અગાવથી રોકાયેલ હતાં, તે દિવસે રાતે 9 વાગ્યે હોટલનાં ફર્સ્ટ ફ્લોર પર આવેલ મીટિંગરૂમમાં ડૉ. અભય મિટિંગ ગોઠવે છે, ડૉ. અભય આ મીટિંગ માટે ડૉ. રાજન, અખિલેશ, દીક્ષિત, હનીફ, સલીમભાઈ, સાક્ષી ઉપરાંત ડી.સી.પી અભિમન્યુને બોલાવે છે, ત્યારબાદ મીટીંગરૂમમાં હાજર રહેલાં તમામ લોકો અખિલેશનાં કેસ વિશે ચર્ચા કરે છે, આ દરમ્યાન અખિલેશને ગભરામણ