શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૬: વિષબંધ, અનોખો પુનજૅન્મ.નથી કરવુ પિડિયા, આ વસ્તુ ના થઇ શકે મારાથી,વિચારો સતત મનમા ચાલી રહ્યા હતા, અને હુ પ્રયાસ કરી રહ્યો હતો આ વિચારો રોકવાનો.બિમાર રડતા બાળકો અને તેમના મા બાપ, ડેથ થયા પછીના બાળકોના એ માસૂમ ચહેરાઓ, 24 કલાક મેહનત કર્યા પછી પણ મોઢા પર ગાળો બોલીને જતા અમાનવીય તત્વો.અસહનીય મેન્ટલ સ્ટ્રેસ, દરેક સેકન્ડમા બદલાતા ભાવ અને એ ભાવ જોડે બદલાતી ઝિંદગી, અને એ ઝિંદગી જાણે અમારી જોડે રમત રમી રહી હતી.આ બધા વિચારોના વમળ ફરતા હતા એટલામા એક પેશન્ટ આવ્યુ,"સર, બચ્ચા મર જાયેગા, જલ્દી કુછ કરો..!શૉલમા લપેટાયેલો એક જીવ એ બહેનના ખભા