પણ ત્યારે મને નહોતું સમજાયું(મારા ઠોઠ વિદ્યાર્થીઓ-11) હું માંદો પડયો. ડેન્ગ્યૂ અને ટાઈફોઈડ થઈ ગયેલ. એક ખાનગી દવાખાનામાં સારવાર કરાવવા જતો. ત્યાં મને બાટલા ચડાવવામાં આવતા. થોડા દિવસ આવું ચાલ્યું. રોજ દવાખાને બાટલા ચડાવવામાં આવતા. એક દિવસની વાત છે. મને બાટલા ચડાવવાનું ચાલુ હતું. હું આંખો બંધ કરીને સૂતો હતો. માત્ર સૂતો હતો, ઊંઘતો નહોતો. થોડીવાર થઈ ત્યાં મારા પગે કંઈક સળવળ્યું હોય એવું લાગ્યું. મને તો એમ કે બિમારીને લીધે તંદ્રાવસ્થામાં આવું લાગતું હશે. એટલે થોડીવાર તો આંખો બંધ જ રાખી. પણ ધીમે-ધીમે એવું લાગ્યું કે મારા પગ કોઈ દબાવી રહ્યું