જાણે-અજાણે (33)

(66)
  • 5.3k
  • 3
  • 2.8k

આજે કૌશલનાં કહેવાં પર રેવા બધાથી છુપાઈને મળવાં આવતી હતી એટલે તેની પુરેપુરી જવાબદારી કૌશલની હતી. દિવસ વિતતો ગયો અને રાત્રીનો સમય નજીક આવવાં લાગ્યો. સમી સાંજ થઈ ચુકી હતી. સુરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો. જેમ જેમ સૂરજ આથમતો હતો તેમ વાતાવરણ લાલીત્યમાન બનતું જતું હતું. રોજનાં હિસાબે આજે થોડું વધારે જ લાલાશ ફેલાય રહી હતી. જાણે સમસ્ત પ્રકૃતિ રેવા અને કૌશલનાં મિલનની વાતથી શરમાય રહી હતી. ખુશનુમા વાતાવરણમાં બે વ્યક્તિ એવાં હતાં જેમનાં મન આજે કોઈ કામમાં ચોંટી નહતાં રહ્યાં. ગભરાટ સાથે એક વિચિત્ર અનુભવ અનુભવાય રહ્યો. પણ એ