અર્ધ અસત્ય. - 4

(213)
  • 10.6k
  • 10
  • 7.3k

અનંતસિંહ અધીરાઈભેર રાજપીપળા આવ્યા હતા. તેમને ખાતરી હતી કે પોલીસ સ્ટેશનમાં તેમના દાદા પૃથ્વીસિંહ વિશે જરૂર કંઇક જાણવા મળશે. કોઈક એવો “ક્લ્યૂ” ચોક્કસ મળશે જે તેમને દાદાજી સુધી પહોંચાડી શકશે અથવા તો તેમના ગુમ થવાનું સાચુ કારણ જણાવી શકશે. પરંતુ અહીં ઈન્સ્પેકટર પ્રતાપ બારૈયાને મળ્યા ત્યારે કંઈક અલગ જ જાણવા મળ્યું હતું. બારૈયાના કથન પ્રમાણે પૃથ્વીસિંહજીના ગાયબ થયા પછી તેમને શોધવાની ભરપુર કોશિશ કરવામાં આવી જ હતી. રાજગઢ જેવા રાજ-પરિવારની મોભી વ્યક્તિ આવી રીતે અચાનક ક્યાંક ગુમ થઈ જાય ત્યારે ખળભળાટ મચે એ તો સ્વાભાવિક જ હતું.