રસોઇમાં જાણવા જેવુંભાગ-૧૪સંકલન- મિતલ ઠક્કર* ચેવડો બનાવતી વખતે પહેલા કોથમીર ધોઈને સૂકવી લો, એનો પાઉડર બનાવી ચેવડામાં નાંખો. ચેવડો ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગે છે.* નૉન સ્ટીક પૅનનો ઉપયોગ કરો ત્યારે તેલ લગાવીને ધીમા તાપે એક મિનિટ ગરમ કર્યા બાદ તેને ઉપયોગમાં લો. આંચ ઉપર તેને વધુ પડતું ગરમ કરવાથી લાંબે ગાળે પૅનની ગુણવત્તા બગડી જાય છે.* અથાણાં માટે હંમેશા ફળ સારા પસંદ કરો. અથાણાં માટે જે વાસણ વાપરો તેમાં કાળજી રાખો, તેને બરાબર ધોઇ, સાફ કરીને જ વાપરો કે જેથી અથાણામાં કોઇ ગંદગી ન આવી જાય. જે ક્ધટેનરમાં અથાણાને રાખવાના હોય તેને ગરમ પાણીથી એક વાર બરાબર ધોઇને તડકામાં સૂકાવી દેવું જોઇએ. ખાવા માટે જ્યારે