મહેકતા થોર.. - ૩

(18)
  • 4.1k
  • 2
  • 2.1k

ભાગ 3 (આગળના ભાગમાં આપણે જોયું કે ધૃતી વ્યોમને સુધારવા પ્રયત્નો કરે છે, પણ વ્યોમ અલ્લડતામાં જ જીવ્યે રાખે છે...) ધૃતી શર્મા. ઉદયપુરની એક મહત્વાકાંક્ષી છોકરી. દરેક કામમાં પરફેક્ટ. કોઈ પણ પ્રશ્ન હોય એની પાસે જવાબ હાજર જ હોય. પોતાની કાર્યદક્ષતાને ધીરજથી પચાવી લેનાર છોકરી. નામ મુજબ જ ગુણ ધરાવતી હતી. શ્યામવર્ણી છતાં મનમોહક. આંખે ચશ્મા એણે કરેલી મહેનતની ચાડી ખાતા હતા. મૂળ ગુજરાતી પરિવારની જ છોકરી પણ એના પિતાજી વ્યવસાયને કારણે રાજસ્થાન સ્થાયી થયા હતા. ધૃતીની ઈચ્છા હતી કે એ ગુજરાતના કોઈ શહેરની જ મેડિકલ કોલેજમાં એડમિશન લે. ને એને વડોદરાની m.d.medical college માં એડમિશન પણ મળી ગયું. વ્યોમની