રોહન ખભે દફતર વળગાડી ને પોતાના દોસ્તારોની હારે દેશી ગીતોના રાસડા લઇ ને નિશાળ ભણી આગળ વધી રહ્યો હતો. તેના મિત્રો લાલિયો, મનીયો, ગોપાલીયો, અને ગગો અને પોતે પાંચમો આમ, પાંચે જણાની પાંડવ ટુકડી રોજ એક હારે જ નિશાળમાં જતી ને આવતી. એક રજા પાડે તો બધાય નિશાળે ન જાય એવી તો એમની દોસ્તી. સાહેબો પણ આમનાથી કંટાળી ગયા હતા. આમને રૂમમાં શાંત કરાવા શિક્ષકે વાર્તા કેવી પડે. અને વાર્તા સરૂ થાય તો આ પાંચેય જણાને સાપ સૂંઘી જાય. એક પણ અવાજ ના કરે બહુ ધ્યાન થી વાર્તા સાંભળે. આ બધા