... નવરાત્રીની હરેક રાતે પિયુ સંગ રાસ રમવાનો ભારે શોખ પણ મારાં પ્રિયતમે જ લગાડ્યો હતો. નવે નવ રાત્રીએ નિતનવા વાઘા પહેરવેશ માટે એ મને રિઝવતા, પટાવી પણ લેતાં... એવી જ એક રમણીય સાંજે અમે રાસ રમવા ગયાં. સૌ ગરબા રમી રહ્યા હતાં, એમાં મને વચ્ચે ધકેલી હંમેશની જેમ મારાં પિયુ દૂર ઊભા ઊભા મારાં ફોટાઓ પાડી રહ્યા'તાં, ત્યાં યકાયક એક મારાથી ય વિશેષ રૂપાળી છોકરી ગરબે ઘૂમીને મારા પિયુને તીરછી નઝરે જોઈ આંખ મારી.. આ બધું હું ગરબે ગોળ ઘુમવા ટાણે જોઈ રહી હતી, પણ અંદરના ગોળામાં હોવાથી બહાર આવવું મુશ્કેલ બની રહ્યું'તું.થોડીવાર બાદ જોયું તો ન પિયુ દેખાય