વન્સ અપોન અ ટાઈમ - 98

(92)
  • 6.4k
  • 8
  • 4.4k

પ્રકરણ 98 મુંબઈના નાગપાડા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે સિનિયર ઈન્સ્પેક્ટર અજિત વાઘ સાથી ઑફિસર્સ સાથે હસીમજાક કરી રહ્યા હતા એ જ વખતે ફોનની રિંગ વાગી. તેમણે રિસિવર ઊંચકીને કાને માંડ્યું એ સાથે તેઓ અત્યંત ગંભીર બની ગયા અને સામા છેડેથી કહેવાઈ રહેલા શબ્દો ધ્યાનપૂર્વક સાંભળવા માંડ્યા. ફોન પર વાત પૂરી કરીને એમણે તરત જ પોતાની ટીમને સાબદી કરી. રાતના અઢી વાગ્યે અજિત વાઘ પોતાની ટીમને લઈને મુંબઈ-પૂણે નેશનલ હાઈવે તરફ ધસી ગયા. નેશનલ હાઈવે પર માનખુર્દના બ્રિજ આજુબાજુ બધા ઑફિસર્સ પોઝિશન લઈને ગોઠવાઈ ગયા. માનખુર્દમાં મુંબઈ-પૂણે નેશનલ હાઈવે પર શિકારની રાહ જોતા ટાંપીને બેઠેલા પોલીસ ઑફિસર્સની પ્રતીક્ષાનો સવારના સાડા ચાર