વન્સ અપોન અ ટાઈમ - 96

(86)
  • 6.7k
  • 7
  • 4.3k

પ્રકરણ 96 મુંબઈ અબુ સાલેમ ગેંગના બે શૂટરને બી.આર.ચોપરાના બંગલાથી થોડાક ફૂટ જ દૂર ફાઈવસ્ટાર હોટેલ ‘સી-પ્રિન્સેસ’ પાસે પોલીસે એમને એન્કાઉન્ટરમાં ઢાળી દીધા. જો કે મુંબઈ પોલીસના ઑફિસર્સ અબુ સાલેમ ગેંગના શૂટર્સના કમોતથી આનંદ મેળવી શકે એ પહેલાં તો થોડા કલાકોમાં જ એમના માટે અરુણ ગવળી ગેંગ તરફથી માથાનો દુઃખાવો શરૂ થઈ ગયો હતો. અરુણ ગવળી ગેંગના શૂટર્સે મુંબઈના મોટા ગજાના ગુજરાતી બિલ્ડર નટુભાઈ દેસાઈને નિશાન બનાવ્યા હતા. બિલ્ડર નટુભાઈ દેસાઈ મુંબઈનાં નરીમાન પોઈન્ટ વિસ્તારમાં ‘તુલસિયાની ચેમ્બર્સ’ બિલ્ડિંગમાં પોતાની ઓફિસમાં આવ્યા એ વખતે ટાંપીને બેઠેલા શૂટર્સે એમના પર ફાયરિંગ કર્યું હતું. નટુ દેસાઈએ પોતાની કારમાંથી બહાર પગ મૂક્યો એ સાથે