પ્રેમનું અગનફૂલ - 1 - 1

(67)
  • 7k
  • 10
  • 4.1k

પોં...ઓ...ઓ...ધાક...ધાક...ભયાનક શોર મચાવતી ટ્રેન વેગ સાથે ધસમસતી જઇ રહી હતી. ટ્રેનની અંદર રામલલ્લાનો જયજયકાર ગુંજી રહ્યો હતો. લગભગ સિત્તેર ટકા જેટલા યાત્રીઓ અયોધ્યા રામજન્મભૂમિનાં દર્શન કરીને આવી રહ્યા હતા. ટ્રેનની બારીઓમાં લાલ ભગવો ચારે તરફ લહેરાતો હતો અને પુષ્પોની માળાએ હજુએ સુગંધ વેરી રહી હતી. સૂર્યનારાયણ ધીરે ધીરે ક્ષિતિજમાં ડૂબતા જતા હતા અને ધરતી પર અંધકારના ઓળાઓ ઊતરતા જતા હતા.