પ્રકરણ : 38 પ્રેમ અંગાર જાબાલી વિશ્વાસ ખરીદી કરીને આવ્યા. આસ્થા સાથે 2 થી 3 વાર વાત થઇ શું શું ખરીદી કરી તે બધું જણાવ્યું કાલે સવારે બેંગ્લોર જવાનો અને રાત્રે પાછો ફોન કરશે જણાવ્યું.” સાંજે જાબાલી અને વિશ્વાસ એમનાં કાયમી મૂડ પ્રમાણે ડ્રીંક્સ લઇને બેઠાં. ઇશ્વા આવીને ડીશમાં નાસ્તો મૂકી ગઇ. એટલામાં અંગિરા આવી, આવી એવી આ લોકો સાથે આવીને ગોઠવાઈ ગઇ કહે “તમે કાલે બેંગ્લોર અને પછી યુ.એસ જવાનાં મને કહ્યું નહીં આ તો મેં દીદીને કહ્યું “દીદી શું કરો છો ? મારી સાથે બ્યુટીક આવશો ? ત્યારે ખબર પડી કે તમે આવ્યા છો