અઠવાડિયું લાગ્યું મંગળાને સમય થવામાં પણ હવે તે પહેલા કરતા વધારે ખુશ રહેતી હતી . સૌથી પહેલું કામ તેણે કર્યું તે હતું જીતેનની પોલીસ કંપ્લેઇન્ટ. જો કે જીતેન તે પહેલાજ ફરાર થઇ ગયો હોવાથી પકડાયો નહિ પણ તેના ફ્લેટમાં એક સીડી મળી આવી જે જીતેન લેવાનું ભૂલી ગયો હતો. પોલીસે મંગળાને આશ્વાસન આપ્યું કે તેની ઓળખાણ ગુપ્ત રાખવામાં આવશે. એક દિવસ રસિકભાઇએ ઘરે આવીને મંગળાને ઘરે પાપડ અને અથાણાં બાનવીને વેચવાનો બિઝનેસ શરુ કરવાનો આઈડિયા આપ્યો જે બધાને બહુ ગમ્યો અને આમેય મંગળાને ઘરમાં કામ કરવાનું ગમતું અને શરુ થયો એક ગૃહઉદ્યોગ અને પ્રોડક્ટ નું નામ હતું "મંગળાસ'. ૬