શાપિત વિવાહ -13

(108)
  • 8.9k
  • 6
  • 7.7k

અનિરુદ્ધ વિષ્ણુને તેના ઘરે મુકીને જલ્દીથી હવેલી પર આવે છે.રાતના બાર વાગવા આવ્યા છે. ગામમા તો બધા કામ પરવારી ને મજુરી કરતી મોટા ભાગની પબ્લીક હોવાથી આટલા વાગે તો આખુ ગામ જાણે સુઈ ગયું હોવાથી રસ્તા આખા પર ભેકાર લાગી રહ્યું હતું. સુમસામ રસ્તા પર આટલા મોડા ગાડી પસાર થતાં કુતરાઓ ભસવા લાગે છે. તે હવેલીમાં પહોંચે છે તો ત્યાં કોઈ નીચે દેખાતુ નથી. તે ઉપર જવા જતો હોય છે ત્યાં જ તેને કંઈક પછડાવાનો અવાજ આવે છે. એ ઉપર જવા જ કરતો હોય છે ત્યાં જ સાઈડમાં નીચે પડેલા જયવીરસિહ ને જુએ છે...તેઓ જમીન પર પડેલા હતા...માથામાંથી લોહી વહી