નહીં. . કરું !મોહિત સર ભગવાન પાસે જઈ ઉભા રહ્યા અને બે હાથ જોડી આંખ મીંચી બોલ્યા “ હે ભગવાન, મારું ભલું કરજે.”ઓચિંતો અવાજ આવ્યો, “નહીં.. કરું. ..”સર ચોંક્યા. આ શું ? આ અવાજ? સદેહે દર્શન કેમ ન આપ્યાં ? સરે ફરી કહ્યું “હે ઈશ્વર! મારાં ટ્યુશન વધે એવું કર”.ફરી અવાજ “નહીં.. કરું...” કઈંક તો ગરબડ છે! આ વખતે તો બીજા શબ્દો મનમાં ગોઠવી અંતરની માંગણી કરી જોઈ. તો પણ આ અવાજ? અવાજ રણકતો, પુરુષનો જ હતો. સર ડઘાઈ ગયા. આસપાસ જોયું. પુજારી તો મંદિરની બહાર ક્યારો સાફ કરતો હતો.સર બોલ્યા, “હે ભગવાન, મારાથી શું ભૂલચૂક થઇ છે?”કોઈ અવાજ નહીં. મોહિત સર તો નિરાશ